Daily Archives: January 31, 2013

દિવસો જાય છે…!!


Image

યાદના કારણ શોધવા દિવસો જાય છે.
કારણ, કારણ ભાંગવા દિવસો જાય છે.

પંખી-આકાશ ને નદી-ભીનાશ એવુ બધું
એક કવિહ્યદય ચિતરવા દિવસો જાય છે.

દરિયો એટલે ખારવણની આંખનુ આંસુ,
મિલન તલસતુ પામવા દિવસો જાય છે.

આખું ઉપવન સમેટવાની તૈયારીમાં છુ,
તારી ઝુલ્ફો શણગાવવા દિવસો જાય છે

યોગાનુયોગ કહો તમે મળી ગયા બાકી,
શહેરમાં તમને મળવા દિવસો જાય છે

અમથુ, કોઇ આવી પાંપણને અડી ગયુ,
નહિં તો ગઝલ લખવા દિવસો જાય છે.

——ડો.હિતેષ એ. મોઢા

આનંદ ભટ્ટના નાના મુક્તકો – ૨…


This slideshow requires JavaScript.

(૧).
લાગ્યું મને એમ કે તું કરે છે પ્રેમ
ખબર ક્યાં હતી આ મારો વહેમ ..

(૨).
ઝિંદગીની દોડધામમાં અટવાયેલો હતો હું,
આતો તું આવી ને ખબર પડી, શ્વાસ લેતો હતો હું..!!

(૩).
મને ક્યાં ખબર હતી કે પ્રેમ એટલે શું ??
આતો તે સમજાવ્યું ને ‘તને જ’ કરી બેઠો..

(૪).
અરે આતો તું મળી ને મુસ્કુરાયો હું,
બાકી જન્મ તો રડી ને જ લીધો હતો..

(૫).
પૂછે જયારે મને કોઈ, જીવન ની ‘અદભૂત’ ક્ષણ વિષે,
સ્વર થય જાય મૌન મારા, ને આંખો બોલી ઉઠે : ”મિલન એનું”

(૬).
આ તારી રમત ન બની જાય
હકીકત એક દિવસ
તારા નામ પાછળ મારું
નામ લખ્યા કરવાની..

– આનંદ ભટ્ટ (અંકુ..)