Daily Archives: January 29, 2013

હું છેડું સાદ ત્યારે આવજે સાયબા માજમ રાત …!


Image

હું છેડું સાદ ત્યારે આવજે સાયબા માજમ રાત ,
ઓઢી અંધારી ઓઢણીને માહે ચંદરવાની ભાત

સિતારે છેડ્યા સરગમ,તમરા તાણે તીણો રાગ
હું અટૂલી અગાસીએ,બીજી ચાંદલિયાની આગ

પેલે પહરે પડકાર કરી,બીજે દઈશ તને આણ
ત્રીજે પહરે ટળવળતી,ચોથે છોડી દઈશ પ્રાણ

એક હાથે તાર ને તંબુરો,કટાર ધરી મારે હાથ
જોજે પડેના છેટું નહીતો થાશે પૂરો મારો સંગાથ

તનને તરછોડી હાલી નીકળીશ હું સાવ એકલી,
પછી કરતો રહેજે તું મારી કાયા માથે કલ્પાંત..

!~રાજ~! ઘાયલ…

મળ્યા વિના જતા નહિ…..!


Image

મળવાને હવે આવો તો મળ્યા વિના જતા નહિ,

મેળાપની એ પળ વિતાવજો ખાલી જતા નહિ,

આંખોમાં સપના સજાવી રાખ્યા છે તમો થકી,

સોણાની રાત રહે ને પરોઢ થવા આવતા નહિ,

પ્રેમથી અરમાનોના રીવાજ જલાવી રહ્યું દિલ,

સુંદર આ પળને હોલવવા તમે આવશો નહિ,

સ્નેહની આગમાં સાંકળ પણ ઓગળી જાય છે,

અગ્નિ એવો સળગાવવા તમે આવશો નહિ,

હૈયેથી હૈયું લગાવતા તકદીર બદલી જાય છે,

છું વિવષ એવું કહેવાને હવે તમે આવશો નહિ,

મને મળવાની દિલમાં નથી કોઈ ચાહત તમને,

ખાલી રિવાજને નિભાવવા તમે આવશો નહિ ..!

 

-ઇન્દ્રજીતસિંહ વાઘેલા ( 27-01-2013 )