Category Archives: રેખાબેન પટેલ

પ્રણયની સુવાસ હોય તો ઉડવાને તકલીફ નથી…!!


Image

જો મૌનના સંવાદ હોય તો કોઈને નડતા નથી
સ્વપ્નનાં આવાસ હોય તો કોઈને જડતા નથી

 

ઝાંઝવાના જળ ને સુરજ થી તકલીફ નથી
મન થી મળવા આવો કોઈ દોરાહા પડતા નથી

 

પ્રણયની સુવાસ હોય તો ઉડવાને તકલીફ નથી
મનમાં ખીલ્યાં પુષ્પો કઈ પાનખરે ખરતા નથી

 

આંખોના સંવાદ હોય ત્યાં ભાષાને તકલીફ નથી
આશા નિરાશા સાથમાં રહીને પણ લડતા નથી

 

હોય સમુંદર સ્નેહનો તો ડરવાને તકલીફ નથી
વચમાં ઘૂઘવતા દરિયા અહી કોઈને નડતા નથી

 

મેળવી લીધો પ્રાસ સખી મે કોઇને તકલીફ નથી
શબ્દોના મધુર સ્મરણથી એ આગળ વધતા નથી

 

રેખા (સખી) 2/16/13

જા સખી નહિ બોલું…!!


Image

મને વાગે તારી હળવાશ જા સખી નહિ બોલું
તારા મલકાતાં મૌનની સુવાસ …
જા સખી નહિ બોલું

 

તારી પાયલની છમછમ,ને ચૂડીઓની ખનખન
જોને છેડે મારા મનડાં ની કુમાશ …
જા સખી નહિ બોલું

 

તારા સ્મિત મઘુરા,એ વિના જીવન અધૂરા
એણે ફેલાવી રંગો કેરી લાલાશ ….
જા સખી નહિ બોલું

 

તારી મસ્તીની તાજગી,આ રૂપ કેરી સાદગી
આજ તારો બઘો સહવાસ …
જા સખી નહિ બોલું

 

વિના તારે તનડું સીઝાય,મારું મનડું પીસાય ,
તારીજ મોરપિચ્છ માં નીલાસ …
જા સખી નહિ બોલું

 

આ મારી મોરલી રીસાય, સહુ સુર સોરાય
હું કેમે સજાવું વનરાવન રાસ …
જા સખી નહિ બોલું

 

રેખા (સખી) 2/11/13