૨૧ મી બુધસભા કાવ્યગોષ્ઠી રાજકોટ – રચનાઓ (સંપૂર્ણ..)


મિત્રો નમસ્કાર…!!

આજે આ બ્લોગ પર રાજકોટ ખાતે આયોજીત થયેલ “૨૧ મી કાવ્યગોષ્ઠી – બુધસભા”ની પઠનની કવિતાઓને આપની સામે રાખવા જઈ રહ્યો છું.  આ પહેલા “૧૮ મી કાવ્યગોષ્ઠી” ની રચનાઓ આપની સામે રાખેલ હતી. ત્યાર બાદ “૧૯ મી કાવ્યગોષ્ઠી” વખતે ત્રણ કવિશ્રીઓના નવા પ્રકાશિત સંગ્રહો વિશેનું આયોજન હતું. અને ત્યારબાદ “૨૦ મી કાવ્યગોષ્ઠી”માં શ્રી ભરતભાઈ પટેલનો જન્મદિવસ હતો. એટલે તે દિવસે તો તે લોકોની રચનાઓ અને પઠનમાં જ સમય પસાર થઈ ગયો હતો. આવો મિત્રો આજે માણીએ “૨૧ કાવ્યગોષ્ઠી”ની રચનાઓ. આપ સર્વે નજર દોડાવી આપનો અભિપ્રાય આપવા વિનંતી છે.

Image

શબ્દ તન ને એ જ આત્મા બુધસભા માં
મન અમારે એ મહાત્મા બુધસભા માં

ગીત મધુરા શોખ ગઝલો છે વહેતી
શારદા આરાધ ભ્રાતા બુધસભા માં

શિખરણી ઝૂલણા ભુજંગી ભાવ સાથે
ને રમલ છંદો ગવાતા બુધસભા માં

આ ગગન ધરતી સુરજ ચંદ્ર ગઝલ માં
થઈને ઉપમા સૌ સમાતા બુધસભા માં

દાદ આપી મરકતા મિઠું એ છબી માં
આપતા આશિષ મહાત્મા બુધસભા માં

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)
-શ્રી નીલેશભાઈ વ્યાસ

Image

માર્ગ આ પણ દૂર ક્યાં કૈં જાય છે?

પાથરી કદ ધૂળમાં તે ન્હાય છે..

કોઇનું સ્વાગત થવાનું છે અહીં..?
મસ્ત આ શણગાર  પેરાવાય છે.

ફેરવું મારી નજરને દૂર તો,
ત્યાં તિરાડોને તિરાડો ખાય છે.

ક્રેન, બુલડોઝર, ખટારો , કારનાં
વાહનોના ભારની શું રાય છે. ?

કોઈ દુઃખી આંસુધારે કે સુખે
મોજમાં તું પ્રેમ ગીતો ગાય છે.

– વિકાસ કૈલા…(૧૬/૦૭/૨૦૧૩…)
ગાલગાગા ગાલગાગા ગાલગા

Image

વાતો ચોક વચ્ચે થાય સખી,

બારણા ખુલ્લા પુરાય સખી.

 

દરિયા જેવડુ આ ઘર સખી,

ખાબોચીયા ના ભરાય સખી.

 

છ,ગજની અંગે સાળી સખી,

તાતણે તાતણો ચીરાય સખી.

 

માછલી મન મોકળુ મેદાન સખી,

મગરો ના પેટ અહી ભરાય સખી.

 

અંધારી રાત વાત ગોજારી સખી,

સોય જેમ ખુંચે લોકો ની વાણી સખી.

 

રાહુલ ઠુંમર.

Image

નેવેથી દડદડ્તા ધોધમાર છાંટાને કોરો વરસાદ કઈ બેસુ

કીડી ડુબે કે ડુબે આખો પહાડ
અમે ડુબ્યાતા એવું નહીં ડૂબી
પીંછા ભીંજાય અને કોરા દેખાય
એવી ખોવાણી મારી એ ખુબી

આવેલી વાંછટ ને ધક્કો મારીને હવે હળવેથી જાકારો દેશુ

ચાર બાય ચારના માપસર ધુમ્મસમા
ગોઠવી છે રવરવતી કાય
નાચ્યા કે નાંચવાના ડી.જે.ના સોંગ વચ્ચે
સુકવી છે આભાસી ખાય

આખીય જાત હવે છત્રી થઇ ગઈ તેથી કોરાધાકોર અમે રેશું

–નરેશ સોલંકી

Image

ખુદ્દને મળી શકો, બને એવા બનાવ પણ..
તૈયારી રાખવી પડે, લેવાની દાવ પણ !

આવે છે ક્યાં સપાટી ઉપર, સત્વ એમનેમ ,
બસ, રાખવાનો હોયછે, થોડો તનાવ પણ !

એવું થવાની શક્યતા તો સો ટકાની છે ,
સારપને પોષતો હશે, ‘હું’ નો પ્રભાવ પણ !

ધાર્યું કદાચ પાર તમે પાડતા હશો ,
પણ..ધારવાથી થાયછે, ક્યાંયે લગાવ પણ ?

સંબંધમાં વલણ હશે, જો વેલ જેવું તો –
સહેલાઈથી ચડી શકો, કપરા ચડાવ પણ !

અહિં સાંજ ને સવારની, સરખી છે આરતી ,
એ રીતથી સમયની જુઓ આવ-જાવ પણ !

‘તું આવશે’ ની રાહ મેં તો એમ જોઈ કે-
આ જિંદગીનો થઈ ગયો, નોખો ઉઠાવ પણ !

——– લક્ષ્મી ડોબરિયા.

Image

પહેલા વરસાદનું ગીત

સૂરજના ચૂલામાં નાખ્યો બરફ અને ઓગળ્યું આખું ય આભ
માની શકાય નૈ તો સૂંઘીને જોઈ લો, માટીમાં પડી છે દાઝ

વાછટ-મન આવીને ઝાલે છે બાવડું કે હાલ હવે ભિંજાવા બારે
પેટાળે પૂરાયેલ ગરમી પણ નીકળી છે, તારે પણ ઠરવાનું હારે
સ્હેજ હજી ફળિયામાં મૂકી’તી દોટ અને લપટ્યો આ કોનો વિચાર
સૂરજના ચૂલામાં નાખ્યો બરફ…

કોણ જાણે લાગી છે કેવી તરસ અમને સઘળાય અંગ થયા મોઢા
ત્રણ-ચાર અભાગિયાએ છત્રીઓ ઓઢી તી, હમને તો આસમાન ઓઢા
ઘરમાં અકળાયેલો ખાલીપો પૂછે કે આમાં છે મારો શું વાંક….?
સૂરજના ચૂલામાં નાખ્યો બરફ…

હરિયાળી જોઇને કુદરતને પૂછ્યું કે ખાલી આ એક જ કલર કાં?
લાલ પીળા ઘાસ કદી રંગી શકે નૈ કે એવી છે તારી નજર કાં?
સૃષ્ટિને બહેતર ચિતરવા કદી મારી પાસેથી કલ્પનાઓ માગ
સૂરજના ચૂલામાં નાખ્યો બરફ….

કુલદીપ કારિયા

Image

થઈ શકે તો કરો અમારી જેમ,

ધારણાઓ બધી મરોડીને,

આંખમાં સંચરો અમારી જેમ  …..

 – ડો. નિરજ મહેતા..

Image

વ્યસ્તતા નાં ઢગલાં વચ્ચે હાશ શોધે છે,

સમય નથી શોધવા છતાં નવરાશ શોધે છે,

 

એકમેક નાં મનમાં ડૂબકી લગાવે છે, ક્યાં ?

કિનારે પડેલા પથ્થરો માં ભીનાશ શોધે છે,

 

સુખ પામવાની દોડમાં દુઃખી ભલે થવું પડે,

ભારે ચિંતાઓ ઊચકી હળવાશ શોધે છે, છે

 

પાંખોની આંખો ખુલી ને, પગ કસાયેલા,

પાન મુક્ત મને વિહરવા અવકાશ શોધે છે,

 

જસ પામવાને જગમાં જાત જોતરી દીધી,

વિઘ્નોનાં વમળમાંવિજયની આશ શોધે છે.

 

વિજય ટાંક

Image

મારા પર્સમાં

ફ્રીઝ થઈ ગયેલા રૂપિયા, આના, પાઈ,

સજીવન થાઓ,

મારે થોડી ઉષ્મા ખરીદવી છે.  

– નમીતા વોરા

Image

જિંદગીનાં શું ખુલાસા થઈ શકે ?

આપણાથી તો તમાશા થઈ શકે !

 

 જે જગતની ખાસ વાતો હોય છે,

કોઈનાં માટે બગાસા થઈ શકે.

 

એક ટીપું પણ કરી દે તરબતર,

એક દરિયાથી નિરાશા થઈ શકે !

 

માન કે ના માન પણ સાચું કહું,

નદી પર્વતની ભાષા થઈ શકે !

 

હું અને મારી ગઝલથી થાય શું ?

એકબીજાનાં દિલાસા થઈ શકે.

 

ભાવેશ ભટ્ટ

આભાર – પારસ હેમાણી

Advertisements

૧૮ મી બુધસભા કાવ્યગોષ્ઠી રાજકોટ – રચનાઓ(સંપૂર્ણ..)


મિત્રો નમસ્કાર…!!

આજે ઘણા દિવસો પછી આ બ્લોગ પર રાજકોટ ખાતે યોજાયેલ “૧૮ મી બુધસભા”ની રચનાઓને આપની સામે પ્રસિદ્ધ કરવા જઈ રહ્યો છું. વચ્ચે ૧૫, ૧૬ અને ૧૭ મી બુધસભા માં જાણીતા કવિઓની રચનાઓના પઠનનું આયોજન કરવામાં આવેલ કે જે કવિ મિત્રોની પસંદગીના હોય. ૧૮ મી બુધસભામાં સંજુ સાહેબ દ્રારા કહેવાયેલ “૭” ગુજરાતી સાહિત્યની જાણીતી અને અલગ અલગ રૂપની રચનાઓનું દરેક મિત્રો પાસેથી પઠન કરાવવામાં આવેલ. આજે ૧૮ મી બુધસભામાં પઠન થયેલ રચનાઓને આપની સામે ફોટા સ્વરૂપે રાખવા જઈ રહ્યો છું. મુલાકાત લઈ આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી છે.

Image

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

Image

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– રમેશ પારેખ

Image

બેઠી ખાટે, ફરીવળી બધે મેડીઓ ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઉકલ્યાં આપ રૂડાં;
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું કંઠ જૂના;
આચારો કે વિવિધ ઢબના નેત્ર ઠારે સહુના;
ભાંડુ ન્હાનાં શિશુસમયનાં ખટમીઠાં સોબતીઓ,
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી;
છોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી,
ત્યારે જાણી અનહદ્ ગતિ, નાથ મ્હારા, ત્હમારી.

– સોનેટ – બળવંતરાય ઠાકોર..

Image

બેવડ   વળીને    કોઈ    ખૂણામાં   ઊંધમુન્ધ    સૂતું    હોય    અંધારું
ઘરમાં તો એવું પણ હોય !
તું   ધારે   ચકલીની   લોહીજાણ   ચાંચ  વિશે   કાચ  વિશે  હું  ધારું
ઘરમાં તો એવું પણ હોય !

મોભાદાર  પહેરવેશ  પહેરીને  બેઠેલા  દીવાનું  સ્થાન  હોય    નક્કી
અજવાળું ઓરડામાં આમ-તેમ ફર્યા કરે, જાણે કોઈ વૃદ્ધ હોય જક્કી
સૌ સૌને પોતાનાં  ગીત હોય  તેમ  છતાં ગણગણવું સૌનું સહિયારું
ઘરમાં તો એવું પણ હોય !
બેવડ વળીને કોઈ ખૂણામાં………

ચપટીભર ઘટના ‘ને ખોબોએક સપનાં લઇ વહી જાશે પાંચ-સાત દાયકા
સગપણના   સરવાળા   દંતકથા   કહેવાશે,   વાંધા  પડે  તો  ઉડે   વાયકા
તું    કહેતી    સામેની   બારી   તે   આપણું    આકાશ   છે :  હું  કહેતો  વારુ
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં…..

– સંજુ વાળા..

Image

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે …..!!  નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી……!!   નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે……!!    નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો…….!!   નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે…..!!  નિરખને ગગનમાં…

– નરસિંહ મહેતા…

Image

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

મણિશંકર રત્નશંકર ભટ્ટ કાન્ત

Image

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

– સુંન્દરમ્

 

૧૪ મી બુધસભાની રચનાઓ -૧ (સંપૂર્ણ..)


મિત્રો ગુડ મોર્નિંગ..!!

આજથી આ બ્લોગ પર રાજકોટ બુધસભામાં ઉપસ્થિત કવિ મિત્રોએ જે રચનાઓ બુધસભામાં વાંચી હોય તે આપની સામે રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ વખતે હું આપની સામે રાજકોટની ૧૪ મી બુધસભામા વંચાયેલ કવિમિત્રોની રચનાઓ આપની સામે રાખવા જઈ રહ્યો છું. વાંચો અને આપના પ્રતિભાવો જણાવો.

Image

હોય અલગ અજ્વાળું સૌનું, તથ્ય સહજ સમજાયું…!
ઉપર ઉઠતું બીજ પ્રથમતો, ભીતરમાં ફેલાયું…!

ધીમા તાપે સીઝાવી તો, પીડા થઈ ગુણકારી ,
હૂંફાળી સમજણની ઓથે, ઈચ્છા સઘળી ઠારી ,
ઘટનાની ઘટમાળથી ખુદ્દનું તેજ અહીં વરતાયું…!

હોય અલગ અજવાળું સૌનુ, તથ્ય સહજ સમજાયું…!

ઓષનું બિંદુ તાજ સરીખું, શોભે તૃણના માથે ,
ફૂલોએ વ્યવહાર નિરાળો, રાખ્યો કંટક સાથે ,
ઋણ પરત કરવા દરિયાથી, વાદળ થઈ વરસાયું…!

હોય અલગ અજવાળું સૌનું, તથ્ય સહજ સમજાયું…!

બંધ સરોવર થાવા કરતાં, વહેતું મનને રાખ્યું ,
મારગ હોય નહિં તો કેડી, ઉપર ચાલી નાંખ્યું ,
સ્થિર થવા મેં જાત વલોવી, ગીત સવાયું ગાયું…!

હોય અલગ અજવાળું સૌનું, તથ્ય સહજ સમજાયું…!
,
———– લક્ષ્મી ડોબરિયા…

Image

अधूरी इस बिसात को नये सिरे से सोचिये
शहों को और मात को नये सिरे से सोचिये

लगेंगी तितलियों की तरह हल्की-फुल्की ज़िन्दगी
गुलों को पात-पात को नये सिरे से सोचिये

न एकदम से तोडिये किसी भी धागे की तरह
सभी तआल्लुक़ात को नये सिरे से सोचिये

यूँ हार बैठना भी ज़िन्दगी से – कोई बात है?
सुनहरी इस हयात को नये सिरे से सोचिये

डॉ. निरज महेता

Image

એક દિ એકાદ ક્ષણ જળ સપાટી જો ઘટે
કોરતી રાખું ફરી નામ તારું પનઘટે.

દોષ નાહક ઢોળ મા તું વરસતાં મેઘ પર,
ઓઢણી પલળી હશે ક્યાંક ભીની વાછટે.

મોગરો અકસીર છે હર દર્દના ઉપચારમાં,
કોઈ સુંઘે તો મટે, કોઈ બાંધે તો મટે.

“ચાંદ સરખા છો તમે”, એ બધા કલ્પન ગયા,
તું નવા કલ્પન મુજબ જલપરી સાગર તટે.

હું ય ખિસ્સામાં ભરુ એક મુઠ્ઠી તેજ ને,
આંખ સામે ઝુલતી આ ખજુરી જો હટે.

– ઇલિયાસ શેખ.

 

Image

છત્રીની જેમ કોઇ ઉઘડ્યુતું માથે તેની સણસણતી યાદ હવે ચીતરું
વરસાદી ઝાપટાને આવે શરમ એવુ ધોધમાર પાદરમાં નીતરું

ખોબો ભરીને મને ખાલી કરીને તું
ગાગર ભરીને ક્યાં ચાલી?
આપણો રૂઆબ રાણી વીંટી રૂમાલ ને
હોવાની વાત થશે ઠાલી

હીરે મઢેલ આંખો અધવચ્ચે આથમે તો બની જશું ફરફરતું ચીથરું
વરસાદી ઝાપટાને આવે શરમ એવુ ધોધમાર પાદરમાં નીતરું

ખણખણતા ખુણામાં ખખડેલુ અંધારું
ભેગુ કરીને હવે વાળો
તરસે બળેલ લીલા માંડવાની હેઠ હવે
સોનેરી વાવ એક ગાળો

વરસાદી ઝાપટાને આવે શરમ એવુ ધોધમાર પાદરમાં નીતરું
અરે ! અરે! આખા બગીચાની મઘમઘતી ગંધ હવે અજવાળો ટળવળતી ભીતરું.

— નરેશ સોલંકી

Image

અમે..!!
અંધકારના પડળને ક્યારેક ઊંચકવાનો
અમે પ્રયાસ જ કર્યો નથી.
ક્યારેક પીગળતી ચાંદની પી જઈએ
વળી સૂર્યથી તપ્ત હવા પાણીમાં ઓગળે
તે શ્વાસમાં સમેટી લઈએ
અમારા પ્રસ્વેદ સાથે
લય ફૂટી નીકળતો નથી
જીવની ગંધ કે શરીરની સુગંધ જેવું કશું નથી.
અમારા ચ્હેરા પર શરમના શેરડા અંકાતા નથી
અમે ક્યારેય કશું ઓકતા નથી.

અમારી આસપાસની સૃષ્ટિ નિરાકાર
અમારો આકાર પણ ટોળામાં વિલીન
તો પછી કઈ તરફ જવું
એનો વિચાર જ ક્યાંથી હોય..?

અમે વિરાટ ખોબા જેવડું હ્રદય લઈને
કેમ કરી વહી જઈએ ?
અમારી આંખો અને
આ દરિયો સાચવે છે તે-
પાણી…. પાણી…
કોઈ વૃક્ષ ઉછરે નહીં તેવું
છાયડાંની અમારે ક્યાં જરૂર…?

અમે તો
દરિયામાં જીવીએ અને દરિયામાં મરીએ
અમે ટોળામાં જીવીએ.

– હર્ષદ દવે….

 

Image

જેટલું ખોયું બધું એક ક્ષણ મળે,!
ઝાંઝવાનું આજ ખાલી રણ મળે.

એક ધારો ગોળ હું ફરતો રહું,
હાફતું મારું મને આંગણ મળે.

એ હરણ હંફાવતો એક દોડ માં,
ક્યાં મને પાછો હવે એ જણ મળે.?

છોડવા તૈયાર છું આ દેહને,
જિંદગીનું જો મને તારણ મળે.

ક્રોધને પાળી સકું છું શિવ સમો,
દેહને જો આંખ એવી ત્રણ મળે.

ગણપતી જેવો મળે ખીતાબ પણ,
એ પ્રથમ એવા મને જો ગણ મળે.

આ “અખંડ” જિંદગી ત્યાગી દઉં,
અવતરણ નું જો મને કારણ મળે.

કેતન મેહતા ‘અખંડ” રાજકોટ

Image

ન ઉમર સુધી, ન ઠુંમ્મર સુધી,
આપણે તો જવાનું ઘુમ્મર સુધી..!!
 
છેતરો-વેતરો, તોડી-ફોડી નાખો,
આપણે તો જવાનું રૂમર સુધી..!!
 
તમે ચાંટો-ચગળો કે પછી ચાવો,
આપણે તો જવાનું બૂમર સુધી..!!
 
હો હેતની હવેલી કે દલડાની ડેલી,
આપણે તો જવાનું ઝુમ્મર સુધી..!!
 
ભરત ચતવાણી…

Image

એક તારા નામનું વળગણ મને છે આજ પણ,
ચરણથી મસ્તક સુધી ઝણઝણ મને છે આજ પણ,
 
પ્રીત મારામાં પ્રવેશી જાણ ખુદ મુજને નથી,
હ્રદયનાં જઝબાતની સમજણ મને છે આજ પણ.
 
બાગ તો કાયમ હવામાં મ્હેકતો સંબંધનો,
તાજગી સંગાથ પણ સગપણ મને છે આજ પણ.
 
ધબકતું દિલ આજ ચુપકીદી ભલેને પાથરે,
મૌનની વાચા વિશે અડચણ મને છે આજ પણ.
 
એ સમંદર ઊછળે ભીતર અગ્નિ તાંડવ ભરી,
ધૂંધવાતા સમયનું ભારણ મને છે આજ પણ.
 
પ્રેમના પથ પર સ્વજનના આગમનથી વાહ છે,
માર્ગ ભૂલવાનીય રામાયણ મને છે આજ પણ.
 
– રક્ષા ચોટલિયા..

Image

કાગળા એ મુછો મરડી,આવ્યો મારો વારો
શ્રાવણ ગયો આવ્યો ભાદર,લાગ્યો નંબર મારો.

નેવે નેવે ભોજન મારા,સ્વાદ નો ચટકારો,
મીત માંડી વાટુ જોતો કપટી માનવ બીચારો,

ખીર ખાંડ ને રોટલી તો ક્યાક લાડુ નો ભરમારો,
એક મહીનો નીરાતે જમીલવ કાગ અવતાર છે મારો,

અગીયારે લાગે કડવી વાણી, કાગ કાગ કહી પોકારો?
ગમે તેમ તોય વટ આપડો,હુ બાપ બન્યો તારો.

કાગળા એ મુછો મરડી,આવ્યો મારો વારો.

રાહુલ ઠુંમર…

 

Image

તું ના હોય
એ દિવસો ,
રંગ ઉડી ગયેલા
ગમતા શર્ટની જેમ
સાવ નકામા લાગે છે,
ન પહેરી શકુ
કે
ન કાઢી શકું.

=પારસ હેમાણી=

Image

લાગણી ને એક વાચા જોઈએ,
ચાલવા માર્ગ ય સાચા જોઈએ,

જો શિખર પ્રાપ્ત કરવા હોય તો,
ઉર માં જીવંત આશા જોઈએ,

આ પરિપક્વ મન બહુ આપે દર્દ,
કો’ક દી આ મન ય કાચા જોઈએ,

ચાંદ થી આ આભ રોશન થાય ના,
રોશન થવા કાજે તારા જોઈએ,

સુંદર ગઝલ જો બનાવી હોય તો,
છંદનાં નિયમો ય પાકા જોઈએ…

-પ્રિયંકા ગજ્જર (પંછી)

Image

આજની કોઈ અનેરી વાત છે.
કોઇને લાગ્યું અલગ પરભાત છે.
 
છીપમાં સંતાઇને રમતે ચડે,
શંખમોતી જેવા જલજની જાત છે.
 
ખેલતા-રમતા શિશુંના કલરવે,
ખેલ જાણે તેનું ઝંઝાવાત છે.
 
ચાલતા  માર્ગો ભલે બદલાય તે,
આ દિશાઓ ઘુંમતો વૃત્તાંત છે.
 
શબ્દને હું ટાંકતા શીખી રહ્યો,
ખ્યાલ મારો કે હજું સુરવાત છે.
 
વિકાસ કૈલા… (૨૭/૦૫/૨૦૧૩)

 

સૌ જીતી જવાના છે અને હોઠ પ્યાસા પ્યાસા…!! – ગઝલ..


મિત્રો નમસ્કાર…!!

આજે આ બ્લોગ પર એક નવા જ મિત્ર અને ગઝલો લખતા લખતા આપણને મોહી જનાર શ્રી મુબારકભાઈ ઘોડીવાલાની ૨ ગઝલ રચનાઓ આ બ્લોગ પર પ્રથમ વખત રાખવા જઈ રહ્યો છું. મુલાકાત લ્યો અને આપના પ્રતિભાવો જણાવો..

Image

નયન ભીના કરી , વિશ્વાસ સૌ જીતી જવાના છે,
ગુલામો લાગણીના , અપને હારી જવાના છે.

બધું જાણું છતાંયે હું , ખભા પર ભાર વેઠું છું,
પહોચી શિખરે સ્નેહી , બધા ભૂલી જવાના છે.

ઘણું ખોયું , ઘણું વેઠયું , હવેથી ચેતજે દુનિયા,
બહુ ઉઠ્યા પરોઢીયેએ , હવે જાગી જવાના છે.

નથી દોલત , નથી શોહરત , ગઝલનો છે ખજાનો બસ,
ગમે તો જાળવી લેજો , અમે છોડી જવાના છે.

હદયથી કામ લઈને ‘દર્દ’ , હંમેશા ઠોકરો ખાધી,
સમયથી લાગણીવશ થઇ , હવે જીવી જવાના છે.

– મુબારક ઘોડીવાલા = ‘દર્દ’ ટંકારવી

Image

જામ ખાલી – ખાલી , હોઠ પ્યાસા – પ્યાસા,
સમું મૃગજળ તોયે , લાખ આશા – આશા.

હર કદમ પર સંબંધ , હર કદમ પર વિઘ્નો,
બેઉ વેથી લીધા , મેં તો છાના – માના.

ના તાસુમાર સુખ , ને જિંદગી ભારેખમ,
કેટલા કરું તો કરું , દુખ આઘા – પાછા.

જ્યાં મળે સત્સંગ તને , ત્યાં મળે કાશી તને,
બસ મને મળતા રે, શબ્દ પ્યારા – પ્યારા.

હાથ ખાલી રાખી , અંતે જવાનું ‘દર્દ’ ,
આદમી ફિર કયું , ફિરતા હે મારા – મારા.

મુબારક ઘોડીવાલા- ‘ દર્દ ‘ ટંકારવી

જોડીને ગયો, તથા ૩ શેર…!!


મિત્રો નમસ્કાર..!!

આજે ઘણા દિવસ પછી આ બ્લોગ પર મારા મામુજાન શ્રી શૈલેષ ચૌધરી “અગમ મઝારવાલા” ની રચનાઓ લઈને આપની સામે પ્રસિદ્ધ કરી રહ્યો છું. મુલાકાત લ્યો અને આપના પ્રતિભાવો જણાવો..!!

Image

સાથ એ બધો જ,છોડી ને ગયો,
હાથ પણ એ રોઇ,જોડી ને ગયો!

લાગણી આ,ભેળવાતાં કોઇની,
ઊઠતાં આ દાસ,દોડી ને ગયો!

ના રહ્યો એને, સહારો કોઇનો,
ઝાલવાને દૂર,હોડી ને ગયો!

હું યુગોથી તો,શરાબી છું ભલા,
આજ ખોટો જામ,તોડી ને ગયો!

ઘર હવે આ કાચનું હું શું કરું?
એટલે એને ય ફોડીને ગયો !

શૈલેષ ચૌધરી “અગમ”

ગાલગાગા ગાલગાગા ગાલગા

Image

ત્રણ શેર-

કલ શામ ભી ગુજરી હરરોજ કી તરાહ,
ચલે આ હમનશી,જમાના ગુજર ગયા તુઝે દેખે હુએ!

ના કોઇ કામ આતા હૈ,ના છલકતા જામ આતા હૈ,
યે આંખે ભી નમ હો ગઇ,યહાં બૈઠે હુએ!

આયેગી જરુર,જબ-કભી તેરા દિલ રોયેગા,
કરોગી ક્યા તુમ?દેખકર અગમ કો લેટે હુએ!

શૈલેષ ચૌધરી “અગમ મઝારવાલા”
6.5.2013

(૧) ચકલી, અને (૨) જાગવું પડે..!!


મિત્રો નમસ્કાર..!!

આજે આ બ્લોગ પર મારા મિત્ર શ્રી સલીમ દેખૈયાની ૨ ગઝલ રચનાઓ સાથે બ્લોગ પર તેમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો વાંચો આ બે ગઝલો અને આપનો પ્રતિભાવ જણાવો.

Image

ચણ ચણ ચણે છે ચકલીઓ
કઈક ગણે છે ચકલીઓ.

કોને કર્યું વાવેતર કે
મોલો લાને છે ચકલીઓ.

થઇ વિશારદ ગાયનમાં
લ્યો ગણગણે છે ચકલીઓ.

શિક્ષણ થાકી ઊજળામાની
કેવી ભણે છે ચકલીઓ.

નાની છતાં અશ્વો જેવી
આ હણહણે છે , ચકલીઓ.

બાંધી હદયના તાતણને
પ્રેમ વણે છે ચકલીઓ.

Image

ભાર ઉનાળો હો છતાં પણ તાપવું પડે
માંગવા ગ્યા હો અને કઈ આપવું પડે.

જાણે છે ગુણ વિશ્ તણા લોકો છતાં કદી
ઝેર દર્દો ભૂલવાને ચાખવું પડે.

છે અસર સૌ પર સમયની એટલી બધી
અપને પણ આપણું મન તાગવું પડે.

જિંદગીથી તો મળી અમને ખુશી છતાં
જીવવાને દર્દ થોડું માંગવું પડે.

લાગણી કે આ વિવશતા તેમની ‘સલીમ’
ઈશને પથ્થર બનીને જાગવું પડે.

– સલીમ દેખૈયા

(૧) યાદ કર, અને (૨) અફવા નથી..!!


મિત્રો નમસ્કાર..!!

આજે આ બ્લોગ પર પ્રથમ વાર મારા મિત્ર શ્રી પીયૂષભાઈ પરમારની ગઝલ રચનાઓ સાથે બ્લોગ પર તેમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો વાંચો આ બે ગઝલો અને આપનો પ્રતિભાવ જણાવો.

Image

એક બે તો હશે આપદા, યાદ કર ,
સાવ સીધી સરળ ક્યાં કથા !યાદ કર .

સળવળે શ્વાસમાં જો સુગંધી પવન ,
સ્પર્શ તારો થયો’તો જરા યાદ કર .

ના ગલી ,ગામ ,પાદર કે ચૌરો રહ્યા ,
કેમ વિસરાઈ ગઈ એ મજા ,યાદ કર .

જલકમલવત રહી ના શક્યો આખરે ,
ભેદ ખોલ્યા હશે તેં બધા યાદ કર .

કેમ હું કરગરું બોલ પથ્થર તને ?
તેં જ તો આપી હરપળ વ્યથા યાદ કર .

ભર બપોરે હતો સૂર્ય પણ આકરો ,
યાદ તારી બની ‘તી ઘટા યાદ કર .

 

Image

આ પવન કે પાણી પર શંકા નથી ,
દોસ્ત, ચિતર્યા આભ માં શ્રદ્ધા નથી .

સાવ સાચી વાત છે અફવા નથી ,
પ્હોચવા તારા સુધી રસ્તા નથી .

ક્યારનો ઘેરી વળ્યો છે અંધકાર ,
કેમ પડછાયા હજુય ખસતા નથી !

શું ખૂટે છે આપણા સમ્બન્ધમાં ?
દ્વાર સમજણના હજુ ખુલતા નથી !

પ્રેમનો છે મામલો તેથી ઝુક્યા,
બાકી ક્યાંયે આમ કરગરતા નથી .

– પીયૂષ પરમાર..

“જત લખવાનું..!!” & “ને જો તું મળે તો..?”….!!


મિત્રો નમસ્કાર..!!

હમણા ઘણા દિવસથી પરીક્ષામાં વ્યસ્ત હોવાથી અહી બ્લોગ પર કોઈ પ્રકારની પોસ્ટ કરી શક્યો નથી. તે બદલ દિલગીર છું.

આજે પરીક્ષા પછી ના પ્રથમા અઠવાડીયામાં જ હું આપની સામે આપણા ખાસ મિત્રશ્રી રાજેશભાઈ મહેતાની રચના આપની સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. વાંચો અને આપના પ્રતિભાવો જણાવો..!!

Image

હમણા હમણા ખુબ સારું છે..જત લખવાનું..
જીવવું થોડું એકધારું છે..જત લખવાનું..

હું ને તું બે અજવાળામાં રહીએ તો પણ,
વચ્ચે થોડું અંધારું છે..જત લખવાનું..

એવી રીતે જીવીએ શ્વાસે શ્વાસ ગુંથીને,
કોઈ તો ચાદર વણનારુ છે..જત લખવાનું..

કુંપળ તારા ભાગે ખરતાંપર્ણો મારાં,
ઝાડ આપણું સહિયારું છે..જત લખવાનું..

મળવું , ભળવું , બળવું ને ઓગળવું પડશે,
ઝળહળવું ક્યાં પરબારું છે?..જત લખવાનું..

Image

કંઇક એવું થાય ને જો તું મળે તો ?
આ બધું સંજય ને જો તું મળે તો ?

કેટલા વરસો પછી પણ એજ ચહેરો,
આંખમાં દેખાય ને જો તું મળે તો ?

ગીત જે નાં થઇ શક્યું એ શબ્દ મારાં,
કોઈ મનમાં ગાય ને જો તું મળે તો ?

તે લખેલા પ્રેમપત્રો સાચવ્યા છે,
એ બધા ખોવાય ને જો મળે તો ?

– રાજેશ મહેતા

મમ્મીની પુણ્યતિથી…!!


મિત્રો નમસ્કાર..

તા. ૨૯/૦૩/૨૦૧૩ એટલે મારા માટે એક જુની યાદને તાજી કરતો દિવસ. આજના દિવસે મારી માતૃશ્રી પુષ્પાબેન ની ૩જી વાર્ષિક પુણ્યતિથી હતી. આજના દિવસે હુ આપને તેમની યાદમાં રચાયેલ એક રચના અહી પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું

Image

મમ્મીનો સરસ ફોટો ડેકોર કરી દેવા બદલ શ્રી હીના કુલાલ(Hina Kulal)જીનો ખુબ આભાર..

વિસરી જાય છે તે યાદ આજે,
પાછી આવે છે તે યાદ આજે..!!

 

ખેલ્યો ખોળે ખેલ નાની ઉંમરે
દોડી આવે છે તે યાદ આજે..!!

 

ચમકી ઉઠે તે ઉમંગ જીવનનો
બની સ્વપ્ન આવે તે યાદ આજે..!!

 

વ્હલનું વ્હાલપ વહેતું રહેતું,
પ્રેમનું ઝરણું આવે તે યાદ આજે..!!

 

“માં” શબ્દ જ કાફી હતો જીવનમાં,
ને સતાવતી આવે તે યાદ આજે..!!

 

– વિકાસ કૈલા (૨૮/૦૩/૨૦૧૩..)

 

આજના દિવસે આપણા વડીલશ્રી જનકકાકા એ પણ મારા કહેવાથી એક સરસ રચના કરી હતી જે હું અહી પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું

Image

હિસાબ મારે શું કરવા મમ્મી
પ્રભુ ય તને ક્યાં માપી શકે મમ્મી
પણ તોય જોને હું હિસાબ કરવા બેઠો આજે,
એક, બે, ને ત્રણ….

 

હા આજે ત્રણ વરસ નો હિસાબ કર્યો
તોય જોને મારો આંકડો ના મળ્યો
કાગળ લીધો, કલમ પકડી,

 

વિચારોની સ્યાહી જકડી,
ખડિયો હતો થોડો સુક્કો, એટલે
થોડા આંસુ સાથે
અઢળક તારી યાદો રેડી

 

યાદ આવ્યું,
તારું ગીત, જે તું ગાતી
ને મારી ઘેર લાવેલ કેસેટ
જે તું સાંભળતી

 

ને યાદ આવી,
જોઈ’તી તને ભાણું પીરસતા
રોટલીમાં ઘી નહિ,
તારું હૈયું ઢોળતા

 

યાદ આવી, વાર્તા
જે તું કે’તી
ને કેમ ભૂલું, મમતા
હા મમ્મી, તારી મમતા
જે મેં જોઈ વરસતા

 

જેમાં થોડો ભીંજાયો
જ્યારે હું ઘેર આવ્યો,
ને બાકી તો ભીંજાતો રહ્યો
દૂર તારાથી
ઓલી હોસ્ટેલમાં

 

ને હવે
તું છે દૂર…. ખુબ જ દૂર,
પણ ક્યાં છે તું દૂર,
આ રહી
હા, મમ્મી તું આ રહી

 

હિસાબ થ્યો પુરો મમ્મી,
ને શેષ માં તું રહી.

 

– જનક દેસાઈ….

દરિયા એ ઘણા માર્યા ઉછાળા દિલ માં ,…..!!


Image

 

દરિયા એ ઘણા માર્યા ઉછાળા દિલ માં ,
છતાં કિનારા દિલ ના કોરા રહ્યા કેમ?

 

પાનખર તો આવી ને જતી રહી ક્યારની ,
તો હજી અહી સુકા પીળા પાંદડા ઓ કેમ ?

 

જતા રહ્યા પ્રેમ વસંત હાડપિંજર દિલ માંથી ,
તે છતાં મન માં સુગંધિત પ્રેમ ના ફૂલો કેમ ?

 

પીડાની પાયલ પેહરી લાગણી વાગતી રહી
તોય મન ના ઊંડાણ માં કૈક ઉમંગ જેવું કેમ ?

 

દાટી ને બાળી દીધા સંસ્મરણો બધા ક્યારના ,
તેમ છતાં મારા ઉર મહી કઈ યાદો જેવું કેમ ?

 

કૃતિ રાવલ..

%d bloggers like this: