Daily Archives: January 11, 2013

બોલ, હવે આ કોને બતાવું ?


Image

સૂર્યે પહેલું કિરણ પરોવ્યું
ઝાકળ સાથે હૃદય ભરોવ્યું
બોલ, હવે આ કોને બતાવું ?

ઉંટના પગલે એક ઝાંઝવું કોતરાયું
જોઈ તપેલી રેતીએ, મન મનાવ્યું
બોલ, હવે આ કોને બતાવું ?

ભલે ખર્યા મ્હારેથી આજ પાંદડા થોડા
ઉર્મિના વછૂટ્યા છે ધસમસતા ઘોડા
બોલ, હવે આ કોને બતાવું ?

હૃદયેથી પછડાતું ઈચ્છાનું ઝરણ
ચુપકેથી મૂંઝાતું તૃષ્ણાનું હરણ
બોલ, હવે આ કોને બતાવું ?

– સાકેત દવે સર..

તું મને મળે એવી એક પળ જોતી હતી …!!


Image

તું મને મળે એવી એક પળ જોતી હતી

વીતી ગઈ એ પળ વિવાદમાં,

દર્દ હતું મારું ને

પણ તેમાં ફરિયાદ શામિલ હતી,

લેવા ગઈ ઇન્સાફ પણ

સામે કટોરો હતો ખાલી,

એમાં ન હતું કોઈ મારું ને તારું

વિસરી ગયો એ સમય,

ઉભી છુ એકલી હું

જિંદગી ને હું દસ્તક આપી !!!!!!!!!!!

પલ્લું_________