Daily Archives: January 10, 2013

સરહદો હવે નક્કર ચમત્કાર માંગે છે,..!!


Image

વીર શહીદ “હેમરાજ સિંહ ” ને સમર્પિત ….

મને આ આજીજી હવે બેકાર લાગે છે,
મરતા જવાનો જોને લલકાર માંગે છે.

વીતી રહી બધી પળો ધિક્કાર લાગે છે,
જવાની મને હવે બહુ મક્કાર લાગે છે.

સરહદો હવે નક્કર ચમત્કાર માંગે છે,
દુશ્મનોના મોતના ભણકાર વાગે છે.

ઉઠો થાવો જિન્દા વતન જવાબ માંગે છે,
“માં” આજ મક્કારોના પ્રતિકાર માંગે છે..

ખુદની જિંદગી હવે અપકાર લાગે છે,
જખમી હૃદયને વાતો ધુત્કાર લાગે છે.

કહે ઘડનારો તું ! આજ કાયર લાગે છે,
મારે એને મારવામાં ઉપકાર લાગે છે .

નિરંતર દર્દો હવે ના ઈલાજ લાગે છે ?
ભૂસી નાખો નિસાન હવે અંગાર લાગે છે.

( અંગાર = લાય; બળતરા; અગન.)

ભરત વાઘેલા.૧૦-૧-૧૩.

અવિગત કી ગત..!!


Image

અવિગત કી ગત કોઈ ન જાણે,

મતિ અનુંમાની નિગમ વખાણે,

ઈ ઘરકુ કોઈ ધ્યાન મેં લાવે,

અગમ અગોચર તે પદ પાવે ..!!

ભરત વાઘેલા..૧૦-૧-૧૩