Daily Archives: January 30, 2013

અધરો આપના કંઈક કહેવા ફફડ્યાં હશે…!!


Image

રહ્યા હશો આપ મૌન છતાં
અધરો આપના કંઈક કહેવા ફફડ્યાં હશે.

વેરાઈ હશે દિલમાંથી લાગણીઓ
ત્યારે આશુ આંખમાં મારી આવ્યા હશે .

ફેલાવવા સુમનને આ ચમનમાં
કેટલાય ફૂલો મુરઝાયા હશે .

માંગતા હશો રહેવા એલતામાં છતાં
કોઈક ની યાદો માં ભળતા હશે .

સ્પર્શા હશુ અમે દિલને તમારા
એટલે છબી અમારી કોતરાણી હશે .

આવી હશે તમારી યાદો
એટલે દિલથી આ શબ્દો લખાયા હશે .

રોજ મળવા આવે છે તમને આ”સાગર”
એટલે કિનારે મોજાઓની ભરમાર ઉઠી હશે .

(અધરો = હોઠ..)

– સાગર (૨૭-૧-૨૦૧૩)

તારી યાદ …!!


Image

તારી યાદ એવો સુરજ છે જે રાત્રે પણ ઢળતો નથી
તારા વગર તો મને મારો પડછાયો પણ જડતો નથી.

ઘર કરીને બેઠું છે મનની ભીતર એકલતાનું અઠંગ અંધારું
પ્રગટાવે રોશની નવી એવો કોઈ દીપ ઝળહળતો નથી.

આગીયાથી ઉધાર લઈને આગ હું રાત અજવાળું પણ
અંધારી છે રાત તોય એક આગિયો પણ મળતો નથી.

વાદળે ચાંદની છુપાઈ ગઈને રાત પણ છે બહુ ઉદાસ
ઇચ્છા મારી પૂરી કરવા એક તારો પણ ખરતો નથી.

હકીકતની હથોડીએ દીધા છે ડામ એવા દિલ પર કે
પવન પાંખો આપે તોય હૈયાનો હંસ ઉડતો નથી.

જોઈ જોઈ છબી તારી ગુજરી જશે આયખું આખું
મનમાં વસેલી મુરતને સમય ખંડિત કરી શકતો નથી.

જોડાણ હૃદયથી હૃદયનું અનુભવાય છે હૃદયને
અંતરથી અંતરના સંબંધને કદી ફરક પડતો નથી .

– દીપા સેવક..